સંસ્કૃત શિક્ષક પ્રશિક્ષણ વર્ગ-૧

સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગ તેમજ વિદ્યાનિકેતન વિભાગના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત પ્રશિક્ષણવર્ગનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં નિષણાંત તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપુર્વક અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રભાઇ ચોટલિયા આવ્યા હતા. ત્યારબાદ સ્કૂલ ઑફ ચાઇલ્ડ, યુથ એન્ડ ફેમિલી ડેવલોપમેન્ટના ડાયરેક્ટર શ્રી રાકેશ પટેલે સંસ્કૃતના શિક્ષણની મહત્તા સમજાવી હતી અને વિદ્યાનિકેતન વિભાગના અધ્યક્ષ શ્રી કુણાલ પંચાલે વિદ્યાનિકેતન પ્રકલ્પની સર્વગ્રાહી સમજ આપી હતી. ડૉ. ભૈરવી દીક્ષિતે કાર્યક્રમની શરૂઆત સંસ્કૃત પ્રાર્થનાથી કરી હતી.

સમગ્ર દિવસ દરમિયાન “સંસ્કૃત ભાષાનું સ્વરૂપ અને વૈવિધ્ય”, “સંસ્કૃત ભાષાનું અધ્યાપન કૌશલ્ય” અને “નમૂનાનું આદર્શ અધ્યાપન (ધોરણ ૯ ગદ્ય/પદ્ય)” જેવા વિષયો પર શિક્ષકોને પ્રશિક્ષિત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં આવેલાં પ્રશિક્ષણાર્થીઓને યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત કરવામાં આવતા સાહિત્યનો પરિચય કરાવવામાં આવ્યો તેમજ “બાળવિશ્વ” સામાયિકનો પણ પરિચય કરવામાં આવ્યો અને તે દ્વારા પ્રશિક્ષણાર્થીઓએ યુનિવર્સિટીનું સાહિત્ય મેળવ્યું.

આ ઉપરાંત યુનિવર્સિટીમાં ચાલતા તપોવન કેન્દ્રની પ્રવૃત્તિઓથી પણ માહિતગાર કરવામાં આવ્યા અને તપોવનકક્ષ તેમજ ગ્રંથાલયની મુલાકાત પણ લેવામાં આવી હતી. પ્રત્યેક સત્રની પૂર્વે દેવભાષા સંસ્કૃતનું મહત્ત્વ દર્શાવતા વર્ગગીતનું અધ્યાપન કાર્ય ડૉ. ભૈરવી દીક્ષિતે કર્યું હતું.

પ્રશિક્ષણાર્થીઓ દ્વારા આ પ્રશિક્ષણવર્ગ ખરાં અર્થમાં ઉપયોગી બની રહેશે તેવો પ્રતિસાદ આપવામાં આપ્યો હતો. આ કાર્યક્રમ સંસ્કૃત અને વિદ્યાનિકેતન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો તેમજ વિષયના નિષ્ણાત તરીકે સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ. જય ઓઝા અને અધ્યાપિકા ડૉ. ભૈરવી દીક્ષિત દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાપન સ્કૂલ ઑફ ચાઇલ્ડ, યુથ એન્ડ ફેમિલી ડેવલોપમેન્ટના ડાયરેક્ટર શ્રી રાકેશ પટેલ, વિદ્યાનિકેતન વિભાગના અધ્યક્ષ ડૉ. કૃણાલ પંચાલ તથા વિદ્યાનિકેતન વિભાગના કર્મચારીઓ ડૉ. મહેન્દ્રભાઈ પટેલ, ડૉ. શિલ્પા વાળા, ડૉ. ચિરાગ સોલંકી, ડૉ. પાર્થવી ડામોર, શ્રી હાર્દિક ભટ્ટ, શ્રી જયદેવ ધાંધિયા અને શ્રી સંજય ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ. જય ઓઝા અને અધ્યાપિકા ડૉ. ભૈરવી દીક્ષિત દ્વારાકરવામાં આવ્યું.