રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્ય પઠન સ્પર્ધા

ગુજરાત સરકારના આદેશ અનુસાર યુનિવર્સિટી કક્ષાએ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત ૧૪/૦૯/૨૦૨૧ ના દિવસે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્ય પઠન સ્પર્ધામાં સંસ્કૃત વિભાગના -

  1. અજીતકુમાર મોતીભાઈ ભાલૈયા (પીએચ.ડી. શોધ છાત્ર સંસ્કૃત)
  2. અનિરુદ્ધભાઈ શાસ્ત્રી (એમ. એ. સેમ-3_સંસ્કૃત વિભાગ)
  3. જમદગ્નિભાઈ શાસ્ત્રી (એમ. એ. સેમ-3_સંસ્કૃત વિભાગ)
  4. ક્રિશ્નાબેન ઉપેન્દ્રકુમાર ત્રિવેદી (એમ. એ. સેમ-3_સંસ્કૃત વિભાગ)
  5. એકતાબેન નંદનકુમાર યાજ્ઞિક (એમ. એ. સેમ-૧_સંસ્કૃત વિભાગ)

આ પાંચ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં સંસ્કૃત વિભાગના પીએચ.ડી. શોધ છાત્ર અજીતકુમાર મોતીભાઈ ભાલૈયાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કાર્યો હતો. સંસ્કૃત વિભાગના અધ્યાપિકા ડૉ. ભૈરવી દીક્ષિતે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. રાકેશભાઈ પટેલ તેમજ ભાષા ભવનના નિયામક ડૉ. ભાવેશભાઈ જેઠવા ઉપસ્થિત રહ્યા હતા તેમજ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહ સાહેબ પણ ઉપસ્થિત રહી, પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું અને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં ઉમેરો કર્યો હતો.