ગુજરાતી વિભાગ વિશે થોડુંક...
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કેન્દ્રવર્તી વિચારને વધુ કાર્યાન્વિત કરવા માટે વર્ષ,૨૦૨૦થી સ્કૂલ ઑફ લેગ્વેજ અને લિગ્વિસ્ટિક્સ અંતર્ગત ગુજરાતી વિભાગનો આરંભ કરવામાં આવ્યો છે.આપણી અત્યારની શૈક્ષણિક પરંપરાથી થોડા વિશિષ્ટ બનીને ગુજરાતી વિષય દ્વારા સાહિત્ય,સમાજ, રાષ્ટ્રનું ઉત્તમ ઘડતર કરી શકે તેવાં તેજસ્વી વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધ્યાપકોનું નિર્માણ થાય તેવા ઉમદા ભાવ સાથે વિભાગનો આરંભ થયો છે. આપણે ત્યાં બાળસાહિત્ય અને તેના વિકાસ માટે સમયે-સમયે ચિંતા પ્રગટ કરવામાં આવી છે,પરંતુ ગુજરાતી સાહિત્યમાં બાળસાહિત્યનો જે રીતે વિકાસ થવો જોઈએ તે થયો નથી.આપણેત્યાં મજબૂત રાષ્ટ્રનાં કેન્દ્રમાં બાળકની સંકલ્પના કરવામાં આવી છે. જો બાળકનું બાળપણ ઉત્તમ કથા, કાવ્યો,સાહિત્યના સંસર્ગમાં પસાર થાય તો બાળકનું સરસ મજાનું ઘડતર થઈ શકે તે વાત નિર્વિવાદ છે. માટે આપણે ત્યાં બાળસાહિત્યનું ઉત્તમ સર્જન થાય,વિકાસ થાય તેમાટે આ વિભાગ કાર્ય કરશે. આ માટે થઈને શિક્ષણ, સંશોધન અને પ્રકાશન એવા મુખ્ય ત્રણ પાસાંઓ પર ભાર મૂકાશે. વિભાગનાઆ ત્રણ પાસાંને સાકર કરવા આ વર્ષથીજ એમ.એ ગુજરાતી (બાળ અને બાળસાહિત્ય વિદ્યાશાખા)નો આરંભ કરવામાં આવ્યો છે. સમગ્ર ભારતભરમાં બાળ,બાળસાહિત્યને કેંદ્રસ્થ કરીને તૈયાર થયેલો આ એક માત્ર અભ્યાસક્રમ છે. જેમાં પદવી તો ગુજરાતી ભાષાસાહિત્યની પ્રદાન થશે પણ વિદ્યાર્થીને બાળ અને બાળસાહિત્યના અભ્યાસનો વિશેષ લાભ મળશે.પરિણામે આપણે ત્યાં બાળસાહિત્યની દિશામાં સર્જન કરી શકે,અભ્યાસ- સંશોધન કરી શકે તેવી એક નૂતન પેઢીનો ઉદય થશે. ગુજરાતી સાહિત્યમાં, બાળસાહિત્યમાં સંશોધન થાય તે માટે આ વર્ષથી જ વિભાગમાં એમ.ફિલ અને પીએચ.ડીના અભ્યાસક્રમોનો પણ આરંભ કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થીઓમાં શુદ્ધભાષા પ્રત્યેનો ઉત્કૃષ્ટ અભિગમ કેળવાય તે માટે ગુજરાતી પ્રૂફરીડિંગનો એક પ્રમાણપત્ર અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે.આમ,વિશ્વની અજોડ એવી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના આ વિશિષ્ટ અભ્યાસક્રમો દ્વારા ગુજરાતી ભાષાસાહિત્યનું અને ગુજરાતની આવનાર પેઢીનું ઉત્તમ ઘડતર થાય તે માટે વિભાગ પ્રયત્નશીલ અને કટિબદ્ધ રહેશે.
ગુજરાતી વિભાગની વિશેષતાઓ :
- માતૃભાષા એકોઇપણ વ્યક્તિની જ્ઞાનચેતનાનો મૂળ આધાર છે.તેથી ગુજરાતી કુટુંબનાંપ્રત્યેક બાળકને તેની બાલ્યવસ્થાથી જ સબળ અને સક્ષમ રીતે માતૃભાષાનું શિક્ષણ મળી રહે તે આ યુનિવર્સિટીનો ગુજરાતી વિભાગ સુનિશ્ચિત કરશે.
- ક્ષતિરહિત ઉત્તમ પુસ્તકો અને ઉત્તમ જ્ઞાનવર્ધક સામગ્રીનું સંપાદન અને પ્રકાશન કરી બાળકોને તે ઉપ્લબ્ધ કરાવવામાં આ યુનિવર્સિટી નિમિત્ત બનશે.
- જે તે ભાષા સાથે તેનો સાંસ્કૃતિક વારસો પણ અવિનાભાવે સંકળાયેલો હોય છે. તેથી ગુજરાતી ભાષાના જતન નિમિત્તે તેનો સાહિત્યિક, સામાજિક, ધાર્મિક, રાજનૈતિક વારસો ભાવિ પેઢીમાં સંક્રાન્ત થાય તેવા ધીર-ગંભીર પ્રયત્નો આ વિભાગ દ્વારા કરવામાં આવશે.
- સ્વ-ભાષા પરત્વે ગુજરાતી સમાજમાં ઘટી રહેલી લોકનિષ્ઠાને પુન:પ્રતિષ્ઠિત કરવાના તમામ પ્રયત્નો આ વિભાગ તરફથી કરવામાં આવશે.
- બાળકનું પ્રાથમિક કક્ષા સુધીનું શિક્ષણ ગુજરાતી માધ્યમમાં જ થાય કે જેથી વ્યક્તિ અને ભાષા એકબીજાના વિકાસમાં પૂરક બની રહે તે માટે સામાજિક ચેતના જાગૃત કરવાનું કામ યુનિવર્સિટી કક્ષાએ થશે.
Courses Offered:
અભ્યાસક્રમનું નામ |
પ્રવેશ લાયકાત |
સમયગાળો |
અભ્યાસ ફી |
પુરુષ |
મહિલા |
P.HD |
M.A- GUJARATI |
6 SEM |
10,000 |
7500
|
M.PHIL. |
M.A-GUJARATI |
2 SEM |
7500 |
5000
|
M.A |
B.A-GUJARATI |
4 SEM |
2250 |
1850
|
PROOF READING
certificate course |
STD.10 અને સમકક્ષ |
3 MONTH |
1500 |
1150 |
પ્રવેશ અને અન્ય વિગત માટે યુનિવર્સીટીને વેબસાઈટ www.cugujarat.in ની મુલાકાત લેવા વિનંતી છે.
સંપર્કસૂત્ર :
- સંજય પટેલ : ૯૯૨૫૭૯૮૪૦૫
- પ્રશાંત પટેલ : ૯૨૬૫૭૨૫૭૫૦
Patel Sanjaykumar Mulajibhai
Departmental Activities:
Syllabus :
M.A. Gujarati (Child & Child Literature) ની રૂપરેખા
પ્રૂફરીડિંગ પ્રમાણપત્ર અભ્યાસક્રમ
- ગુજરાતી વર્ણમાળાનો પરિચય ( સ્વર અને વ્યંજન )
- ધ્વનિઘટક અને શબ્દઘડતર
- જોડણીના નિયમો
- અક્ષરશુદ્ધિ અને શબ્દશુદ્ધિ
- જોડાક્ષરોના ઉચ્ચાર અને લેખન સમજ
- વાક્યશુદ્ધિ
- પદક્રમ અને પદસંવાદ
- વિભક્તિ
- કૃદંત
- સંયોજકો
- વિરામચિહ્નો
- નિપાતો
- સંધિ
- પ્રૂફરીડિંગની નિશાનીઓ અને સ્થાનનિર્દેશ
- પ્રાયોગિક મહાવરો