અંગદાન જાગૃતિ અભિયાન

સંસ્કૃત વિભાગ દ્વારા તારીખ ૧૪/૦૯/૨૦૨૧ના દિવસે ઝૂમ માધ્યમથી ઓનલાઇન અંગદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ભાષાભવનના નિયામક ડૉ. ભાવેશભાઈ જેઠવા ઉપસ્થિત રહ્યા હતા જેઓએ ખૂબ જ પ્રેરણાત્મક અધ્યક્ષીય ઉદ્બોધન કર્યું હતું.

મુખ્યવક્તા તરીકે સંસ્કૃત વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ભૈરવી દીક્ષિતે વ્યાખ્યાન આપ્યું હતું. જેઓએ અંગદાન વિષયક મા.પ્રધાનમંત્રી શ્રીમોદી સાહેબની- મનકી બાતની ક્લિપ બતાવી લોકોને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું, આ ઉપરાંત, અંગદાન અંગેની માહિતી અને અંગદાન અનુસંધાને સત્ય ઘટનાઓ, contact@angdaan.org અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અંગે, અવયવો ક્યાંથી મળે? બ્રેઇન ડેથ એટલે શું? બ્રેઇન ડેડ જાહેર કેવી રીતે કરે છે? (એપ્નીયા ટેસ્ટ) અવયવોનું દાન એટલે શું? બ્રેન ડેથ જાહેર કરવું ફરજિયાત છે? અવયવોનું દાન આપવા માટે શું કરવું? અંગદાન માટે પરિવારે કેટલો ખર્ચ કરવો પડે? અંગો કોને મળે છે? કિશોરભાઇ મકવાણા દ્વારા સંપાદિત દિલીપભાઇ દેશમુખ રચિત ‘મારી લિવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા વગેરે તમામ માહિતી ખૂબ સરસ પીપીટી સાથે આપી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થના સંસ્કૃત વિભાગના વિદ્યાર્થિની ક્રિષ્ના કોઠીવાલે કરી હતી. અધ્યક્ષ અને વક્તાનો પરિચય સંસ્કૃત વિભાગના વિદ્યાર્થિની કાજલ ધાપાએ આપેલ. સમૂહમાં એકસાથે અંગદાન પ્રતિજ્ઞા કરી હતી. આભારવિધિ સંસ્કૃત વિભાગના વિદ્યાર્થિની વૃંદા પંચાલે કરી હતી. કાર્યક્રમના અંતે સમૂહમાં વંદેમાતરમ ગાન કર્યું હતું.